Gujarat

ખેલ મહાકુંભ 3.0 માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

“રમશે ગુજરાત જીતશે ગુજરાત”
અમરેલી જિલ્લા કક્ષા ટેકવેન્ડો સ્પર્ધાનું જિલ્લા રમતગમત કચેરી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા  દ્વારા આયોજન થયેલ જેમાં તારીખ 18,-19-01-2025 બે દિવસ  દરમ્યાન  અન્ડર 14 -17 –  ભાઈઓ અને બહેનો એ જિલ્લામાંથી બોહળી સંખ્યામાં ભાગ લીધો હતો . આ સ્પર્ધામાં ગુરૂકુળ શાળાના વિદ્યાર્થિઓ વિજેતા જાહેર કરવામાં આવેલ.સંસ્થાના વડા પૂજ્ય ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષરમુક્ત સ્વામી, તેમજ શુકદેવપ્રસાદ સ્વામીજી  જિલ્લા રમત ગમત અધિકારી પૂનમ મેડમ તેમજ અમરેલી જિલ્લા  વ્યાયામ સંઘના પ્રમુખ પી.ડી મિયાણી સાહેબ તેમજ જિલ્લા રમત ગમત કચેરી અમરેલીનો આભાર વ્યક્ત કરીએ છીએ. બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં આજનાં મુખ્ય મહેમાન સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ, યુવા ભાજપ મંત્રી શ્રી ભાવેશભાઈ વિકમા,અગ્રણી  કનકસિંહ ઠેરાણા,બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ જયદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગરથી પધારેલા તમામ રેફરીઓ અને  ગીરીશભાઈ વ્યાસ તમામ પ્રિન્સિપાલશ્રીઓ અને શાળાના વ્યાયામ શિક્ષક ઝાલા દિગ્વિજયસિંહ અને દીપકભાઈ વાળાએ તમામનો આભાર વ્યક્ત કરેલ.
બિપીન પાંધી સાવરકુંડલા