ભારત સરકારનાં ખેલો ઇન્ડીયા અભિયાનને સાર્થક પૂરવાર કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા ભાણકી સ્ટેડીયમ, રાંદેર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાંદેર અને સેન્ટ્રલ ઝોનનાં કુલ ૩૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અત્રે કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ વરીયાવનાં વિધાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. શર્મા રાજાએ ગોળા ફેંકમાં પ્રથમ ક્રમ, લંગડી દોડમાં રાઠોડ પ્રિયાંશીએ પ્રથમ ક્રમ, જીવા આમીના, ભૂરીયા ઉર્મિલા, સિદ્દિકી ઝોયા અને ચૌહાણ મહેક દ્વારા ૪*૧૦૦ રીલે દોડમાં પ્રથમ ક્રમ જ્યારે લાંબીકૂદમાં તેજીમ પઠાણે બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાનાં આચાર્ય અલ્પેશ પટેલ તથા શાળા પરિવાર સહિત સમસ્ત વરીયાવ ગામજનોએ વિજેતા રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી.

