Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી  ઉતાવળા હનુમાન મંદિર ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

 તા.૨૬-૨-૨૫ ના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા  જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન તથા ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી  સ. આ. દ. ઘોબા તા.સાવરકુંડલા. જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાનમંદિર, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે  લોકોને દિનચર્યા તથા  ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે પણ  માર્ગદર્શન આપવામાં આવ્યું  ૧૭ મો આયુર્વેદિક કેમ્પમાં  મહાશિવરાત્રીના શુભ દિવસે ઉતાવળા હનુમાનદાદા મંદિરે ૫૬ દર્દીઓએ લાભ લીધેલ છે આ નિદાન કેમ્પમાં વૈધ ડી . જે.ખાચર તથા વૈધ અંજુમન શેખે સેવા આપી હતી
બિપીન પાંધી સાવરકુંડલા