Gujarat

રાજકોટ અનડીટેકટ ફેટલના આરોપીને શોધી પકડી પાડતી તાલુકા પોલીસ સ્ટેશન.

રાજકોટ અનડીટેકટ ફેટલના આરોપીને શોધી પકડી પાડતી તાલુકા પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૫/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજપાર્ક રીયલ રેજન્સી નજીક રોડ ઉપર રાજકોટ ખાતે ગઇ તા.૨૮/૩/૨૦૨૫ ના કલાક ૨૧/૧૫ વાગ્યાના સુમારે આ કામના આરોપી અજાણ્યા વાહનના ચાલકે પોતાના હસ્તકનું વાહન પુરઝડપે બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયદી ના પિતા લખમણભાઇ દેવજીભાઈ સોલંકી ઉ.૫૪ વાળાને હડફેટે લઇ ડાબા હાથમાં છોલાયાની તથા માથે મોઢે ગંભીર ઇજા કરી ફરીયાદી ના પિતા નું સારવાર દરમ્યાન મોત નીપજેલ હોય જે વાહન ચાલક અકસ્માત કરી નાશી જઇ ગુન્હો કરેલ હોય જે અનડીટેક્ટ ગુનાના આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને P.I ડી.એમ.હરિપરા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન રાજકોટ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એચ.મહારાજ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્કોડ ના માણસોની અલગ-અલગ ટીમ બનાવી સર્વેલન્સ સ્કોડના જયપાલસિંહ સરવૈયા તથા મહાવિરસિંહ જાડેજા દ્વારા નાનામવા સર્કલ તથા ભીમ સર્કલ તથા મોકાજી સર્કલ તથા સ્પીડવેલ ચોક તથા વગડ ચોક તથા રાદડીયા ચોક તથા પટેલ ચોક તથા નવો રીંગ રોડ તથા પાટીદાર ચોક તથા મવડી કણકોટ રોડ તથા કણકોટ પાટીયા તથા કટારીયા ચોકડી તથા ૧૫૦ ફુટ રીંગ રોડ મળી કુલ આશરે 25 કિલોમીટર ફરી અલગ-અલગ ૩૦૦ CCTV ફુટેજ આધારે સ્વીફ્ટ ગાડી હોય જેનો આગળનો કાચ થોડો તુટેલો હોય તેમજ ડાબી બાજુની લાઇટ બંધ થઇ ગયેલ હોય, જે આધારે રાજકોટ શહેરના અલગ-અલગ ગેરેજ ખાતે આવી શંકાસ્પદ ગાડીની તપાસ કરી તેમજ રાજકોટ શહેરના અલગ-અલગ શોરૂમ તેમજ RTO કચેરીમાંથી સ્વીફ્ટ ગાડીની રજીસ્ટ્રેશનની માહિતી મંગાવી તેમજ ગાડી જે રૂટ પરથી પસાર થયેલ હોય તે સંપુર્ણ રૂટના ટાવરડમ્પ મંગાવી અકસ્માત કરનાર સ્વીફ્ટ કારને તથા ચાલકને શોધી પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અરમાન અનવરભાઇ અસગરઅલી શેખ જાતે-મુસ્લીમ ઉ.૨૦ રહે.ગોકુલધામ સોસાયટી તીરૂપતી શેરીનં-૧ ફોર્ચ્યુન હોટલ સામેની શેરી ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ રહે,ચારો ખાપરીપુર તા.જી.બલરામપુર ઉત્તરપ્રદેશ. રાજકોટ તાલુકા પો.સ્ટે. BNS કલમ-૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250515-WA0049.jpg