Gujarat

લાઠી તાલુકા માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન

લાઠી તાલુકા માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન

લાઠી તાલુકા માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન લાઠી તાલુકા ની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળા ઓ માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન કરવા માં આવેલ છે. આ કેમ્પેઇન માં ધોરણ પાંચ અને દસ માં અભ્યાસ કરતા દસ વર્ષ અને સોળ વર્ષ પૂરા કરેલ વિધાર્થીઓ ને ટીડી ની રસી નો ડોઝ આપવા માં આવશે. તેમજ બાલવાટિકા માં દાખલ થયેલ પાંચ વર્ષ ના વિધાર્થીઓ ને ડીટી રસી નો બુસ્ટર ડોઝ આપવા માં આવશે. જે અંતર્ગત આજ રોજ માલવિયા પીપરીયા ખાતે પ્રાથમિક શાળા અને સાવલિયા હાઈસ્કુલ માં ટીડી વેક્સિનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. તેમાં સ્થાનિક પદાધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પેઇન નો આરંભ કરવા માં આવ્યો હતો. ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ડો. મિતલ શેલીયા, તૃપ્તિ બોરીચા, વિલાસ સાગઠીયા, રીના ચૌહાણ, અનિતા વાઘેલા, કુલદીપ રાઠોડ અને કાજલબેન દ્વારા તમામ ૮૦ લાયક વિધાર્થીઓ ને રસીકરણ કરી રક્ષિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાઠી તાલુકા માં કુલ ૨૫૫૫ વિધાર્થીઓ ને આ કેમ્પેઇન અંતર્ગત આવરી લઈ ટીટેનસ અને ડિપ્થેરિયા જેવા ગંભીર જીવલેણ રોગો થી રક્ષિત કરવા માં આવશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0193.jpg