જામનગરના બર્ધનચોકમાં માથાના દુ:ખાવારૂપ ટ્રાફીક અને દબાણની સમસ્યા દૂર કરવા હંગામી પોલીસ ચોકી બનાવામાં આવી રહી છે. જે સંભવત: સોમવારે કાર્યરત થશે. શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડ દબાણ અને ટ્રાફીકની સમસ્યાને કાયમી દૂર કરવા હંગામી પોલીસ ચોકીનું નિર્માણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જેનું કામ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. સંભવતઃ સોમવારે મ્યુનિ. કમિશનર અને એસ.પી.ના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પોલીસ અને મનપાના કર્મીઓને ફરજ સોંપવામાં આવશે. ત્યારબાદ જો ધંધાર્થી દબાણ કરશે તો ચોકીમાં ફરજ બજાવતા કર્મચારીની જવાબદારી રહેશે.

