Gujarat

કાણકિયા કોલેજ,સાવરકુંડલા ખાતે ૫૪ મા વાર્ષિકોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ 

પૂણ્યશ્લોક શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૮-૩-૨૫ ને શનિવારના રોજ કોલેજનો ૫૪ મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો તથા આચાર્યશ્રીના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ વાર્ષિકોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો.
સમારંભના અધ્યક્ષસ્થાને લીલીયા- સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી, અતિથિ વિશેષ તરીકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ શાળાના ઉપપ્રમુખ અને કેન્સર સર્જન ડોક્ટર દીપકભાઈ શેઠ તથા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી,  સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા નાગરિક બેંકના ચેરમેન અને હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા નગર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા,મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા,  વિનુભાઈ રાવળ તથા ઘેલાણી મહિલા કોલેજના આચાર્યશ્રી ચાવડા સાહેબ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો હતો.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એસ.સી.રવિયાસાહેબે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત-પરિચય કરાવેલ ત્યારબાદ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ ઈન્ડિયન આર્મીમાંથી તાજેતરમાં સેવાનિવૃત્ત થયેલ અને માતૃસંસ્થાનું ગૌરવ એવા  દીપભાઈ ખુમાણ અને  અતુલભાઈ જાનીનું ધારાસભ્યશ્રીના હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ. શૈક્ષણિક, રમત ગમત, કલા-સાહિત્ય અને  સહઅભ્યાસિક  પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ આશરે ૧૯૦ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં  દેશના જવાનોના સન્માનની મહત્તા સમજાવી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારનું સંવર્ધન તથા જતન કરવાની ટકોર કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત લેવા માટેનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. અમારા નિમંત્રણને માન આપી સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીએ તથા યોગેશભાઈ ઉનડકટે  ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીની સેવા પૂરી પાડી  કાર્યક્રમને દીપાવ્યો હતો. બે ચરણમાં આયોજિત આ સમારોહમાં પ્રથમ  સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, તેનું સંચાલન કોલેજની વિદ્યાર્થિનીઓ જીયા પાનસરિયા તથા તમન્ના તેરૈયા દ્વારા કરવામાં આવ્યું તથા દ્વિતીય ચરણમાં ઇનામ વિતરણનું આયોજન થયેલ, આ  કાર્યક્રમનું સંચાલન કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રિન્કુબેન ચૌધરી તથા ડૉ. આશિષભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું.  સ્ટેજની જવાબદારી ડૉ. હાર્દિકભાઈ ઉદેશી તથા ડૉ. કલ્પેશભાઈ રાડિયાએ સંભાળી હતી. ડૉ. દિલીપભાઈ ભટ્ટ, ડૉ. પુષ્પાબેન રાણીપા, ડૉ.લલિતભાઈ ચૌહાણ, ડૉ. અર્જુનસિંહ પરમાર, ડૉ.એમ.જે.પટોળીયા, ડૉ.હરેશભાઈ દેસરાણી, વિઝિટિંગ સ્ટાફ, નોન ટીચીંગ સ્ટાફ તેમજ એન.સી.સી.ના કેડેટ્સ અને એન.એસ.એસ.ના સ્વંયસેવકોએ વાર્ષિકોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા