સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. જે બાદ કમિશન પર આ સીમકાર્ડ અલગ અલગ સાઇબર ક્રાઇમ કરતા સાયબર ગેંગને વેચતા હતાં.
અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટની એક ફરિયાદ થઇ હતી. આ બાબતે ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યો તેની તપાસ કરી ત્યારે જે વ્યક્તિના નામનું સીમકાર્ડ હતું તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ જણાવ્યું હતું કે 14 અને 16 ઓગસ્ટના રોજ તે ચાંદલોડિયા તળાવ પાસે આવેલા એરટેલના એજન્ટને મળ્યા હતા.
એજન્ટે અજાણ્યા શખ્સના નામે સીમકાર્ડ મેળવી લીધા આ એરટેલ એજન્ટ રોડ પર છત્રી લગાવીને સીમકાર્ડ વેચી રહ્યો હતો ત્યારે તેઓ તેમના પિતાના નામથી પોતાના નામે સીમકાર્ડ કરાવવા માટે ગયા હતા તેના માટે તેમણે તેમના ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા, પરંતુ એરટેલના એજન્ટે પ્રોસેસ થઈ ન હોવાનું જણાવી પરત મોકલ્યા હતા. આ દરમિયાન એરટેલના એજન્ટે તેમના નામે સીમકાર્ડ મેળવી લીધા હતા.

