ગુજરાતમાં સામાન્ય મજૂરનું દૈનિક વેતન 375 રૂપિયા છે. આ મામલે ગુજરાત સૌથી ઓછું વેતન આપતા છેલ્લા ચાર રાજ્યમાં છે. દેશના 25 રાજ્યોમાં મજૂરોને ગુજરાત કરતાં વધુ વેતન મળે છે. ખેત મજૂરનું વેતન ગુજરાતમાં 267 રૂપિયા છે, જે દેશમાં છત્તીસગઢ બાદ સૌથી ઓછું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 મુજબ, ગુજરાતમાં રજીસ્ટર્ડ ફેક્ટરીઓમાં વર્ષે સરેરાશ 236 વર્કરના મોત નીપજે છે. 2016થી 2023 દરમિયાન 8 વર્ષમાં દેશમાં રજીસ્ટર્ડ ફેક્ટરીઓમાં 8699 વર્કરના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ 22% વર્કરના મોત ગુજરાતની ફેક્ટરીમાં થયા છે. રાજ્યમાં વર્ષમાં સરેરાશ 800 વર્કરને ફેક્ટરીમાં ઇજા થાય છે.

