Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ માનવમંદિર આશ્રમ ખાતે સી.આર પાટીલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

અમરેલી જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને જિલ્લાની સમગ્ર ટીમ આજરોજ સાવરકુંડલા આવેલ  માનવ મંદિર ખાતે  મનોરોગી બહેનો સાથે આઈસ્ક્રીમ તેમજ ફ્રૂટ વિતરણ કરી સી. આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માનવ મંદિરના પ.પૂ. ભક્તિરામબાપુએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત સાથે આશીર્વાદ આપ્યા આ પ્રસંગે જિલ્લાભરમાંથી આવેલા અને સાવરકુંડલા શહેર અને તાલુકાના ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને બહેનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ અતુલ કાનાણીનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે હું  ભાગ્યશાળી છું કે આ મનોરોગી બહેનો સાથે પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો તેમ જ આ પ્રસંગને મારા ભાજપાના કાર્યની શરૂઆતમાં જ આ તક મળી આ તકે સાવરકુંડલા શહેર અને જિલ્લાભરમાંથી આવેલા કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિથી તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા