Gujarat

ભાજપ નેતાએ પશુ દવાખાનામાંથી રસ્તો બતાવી 40 મકાન બનાવ્યાં

વાઘોડિયામાં ભાજપના નેતા અને જિ. પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ 40 મકાનોની કલ્પચંદ્ર યુનિક સોસાયટી બનાવી હતી. જેમાં જમીન બિનખેતી કરતાં અગાઉ નિલેશ પુરાણીએ પત્નીના નામે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જમીનમાં આવવા-જવા 12 મીટરનો રસ્તો પશુ દવાખાનામાંથી બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે પશુ દવાખાનાએ રસ્તો આપવાનો ઇનકાર કરતાં બાજુની સોસાયટીના પ્લોટમાંથી રસ્તા બનાવાયો છે.

કેમ્પસમાં થઇ બિલ્ડરે સોસાયટીમાં જવાનો રસ્તો નકશા પર બતાવ્યો સોગંદનામામાં સોસાયટી માટે રસ્તો પશુ દવાખાનામાંથી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. સોગંદનામામાં પશુ દવાખાનામાંથી રસ્તો મળશે તો જ જમીન બિનખેતી કરાવવાની બાંહેધરી પણ આપી હતી. જોકે પશુ દવાખાના તરફથી રસ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરાયો હતો. છતાં ગ્રામ પંચાયત અને તલાટીએ સોસાયટીના બાંધકામની મંજૂરી આપી દીધી હતી.