ડીએનએ પરીક્ષણ કરવાની જવાબદારી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની છે. એનએફએસયુ ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સીલેન્સ ઇન ડીએનએ ફોરેન્સિક છે.
એનએફએસયુની લેબોરેટરીમાં એક દિવસમાં 1,000 ટેસ્ટ કરી શકીએ છીએ, જ્યારે એફએસએલ એક દિવસમાં 300 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. તેથી હાલ બંને સંસ્થા મળીને ડીએનએ ટેસ્ટ કરી રહી છે.
ઈમરજન્સી સર્જાતા ડીએનએ ટેસ્ટ માટે અમે ગુરુવારે રાત્રે જ કેમિકલ અને મશીનરી કાલે જ દિલ્હીથી મંગાવી લીધી હતી અને જે ફ્લાઈટ દ્વારા તે તરત આવી પણ ગઈ હતી.
પ્લેન ક્રેશની ઘટનામાં એક મૃતદેહ માટે એકથી વધુ પરિવારજનો ડીએનએ સેમ્પલ આપી રહ્યા હોવાથી વધારે ટેસ્ટ કરવાની જરૂર પડી છે. ટેસ્ટની પ્રોસેસ માટે અમે પરિવારજનોનું ડીએનએ પહેલા એકત્રિત કર્યું છે, ત્યારબાદ બોડીના સેમ્પલ એકઠાં કર્યા છે.
બાદમાં, બંને સેમ્પલને લેબમાં મેચ કરવામાં આવી રહ્યા છે. જે બોડીનો કોઇપણ એકપણ ભાગ બચ્યો છે, જેમ કે સ્નાયુઓ, દાંત, હાડકાં કે બોન મેરો. શરીરના આ ભાગનું સેમ્પલ એકત્ર કરીને અમે તો અમે એક કલાકમાં ડીએનએ ટેસ્ટ કરી શકીએ છીએ. પરંતુ જે બોડીના ટુકડા થઈ ગયા છે, જેમાં સેમ્પલ લેવું પણ મુશ્કેલ છે તેના ટેસ્ટમાં વધારે સમય લાગી શકે છે.
હાલ, અમે એકસાથે 8 બોડીના ડીએનએ ટેસ્ટ કરી શકીએ તેવા અમે 2 મશીન લેબમાં રાખ્યાં છે, તેથી એકસમયે એકસાથે 16 ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જો કોઇ બોડીના યોગ્ય ભાગ ન મળે તો, તે સેમ્પલનું 3થી 4 વખત પણ ટેસ્ટિંગ કરવું પડે છે. જો કોઇ બોડી સંપૂર્ણ બળીને રાખ થઇ હશે, તો તેનું ડીએનએ અહીં કરવું મુશ્કેલ છે.

