ભીલપુર શાળાના તમામ બાળકો અને શિક્ષકો વન ભોજન અર્થે ભીલપુર ગામની સીમમાં આવેવ “વગેર” ડુંગરની તળેટીમાં ગયા હતા. જ્યાં ડુંગરમાં આવેલ વિવિધ વૃક્ષો, પ્રાણીઓ ઔષધીય વનસ્પતિઓ વિશે શાળાના આચાર્ય રામસિંગભાઈ રાઠવા તથા શાળાના શિક્ષક દિલીપભાઈ રાઠવા તથા શાળાના શિક્ષક સ્ટાફ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.
ખાખરાના પાનમાંથી પળીયા, પતરાળા બનાવતા બાળકોને શીખવ્યું હતું. તમામ સ્ટાફ અને બાળકો ડુંગર ઉપર આવેલ વનરાયું,તેમજ કુદરતી વાતાવરણમાં ડુંગર ઉપરથી વિવિધ ગામડાઓ બતાવી બાળકોને મોજ કરાવી, ઉપરાંત તળેટીમાં આવી બાળકોને ગરબા, ટીમલી અને રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. બાળકોને ખૂબ જ મોજ કરાવી સાથે સાથે વનમાં ભોજન કરાવી બાળકોને તૃપ્ત કર્યા હતા.
ખરેખર આજનો દિવસ બાળકો અને શાળાના સ્ટાફ માટે સદાય યાદગાર બની રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર