Gujarat

બાળકની હાલત ગંભીર, જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દાખલ

જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાં શુક્રવારે સવારે એક તાજા જન્મેલા બાળકને કોઈ અજાણી સ્ત્રી મૂકી ગઈ હતી. બાળકની તબિયત નાજુક જણાતા તેને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણીએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભોજાણીએ યુવાનોને સાવધાન રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ઘણી વખત નવજાત શિશુઓને અવાવરુ જગ્યાએ છોડી દેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં જાનવરો દ્વારા બાળકોને નુકસાન થવાનું જોખમ રહે છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જો કોઈ અનિચ્છનીય સંજોગો ઉભા થાય, તો બાળકને સુરક્ષિત સ્થળે મૂકવું જોઈએ.