Gujarat

તૂટેલા લોખંડના ફાલકા સાથે ચાલકે વાહન ન રોક્યું, અકસ્માતનું જોખમ સર્જાયું

અંજાર જીઆઇડીસી રોડ પર બેફામ દોડતા ટ્રકથી અન્ય વાહન ચાલકો માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રકની ટ્રોલી પાછળ લાગેલા ફાલકાની એક તરફની હુંક તૂટી જતાં લોખંડનું ફાલકું વાહનથી બહારની બાજુએ નીકળી આવ્યું હતું જોખમકારક રીતે લટકતા લોખંડના ફાલકા સાથે પણ ચાલકે ટ્રકને માર્ગની બાજુમાં થોભાવવાને બદલે ગતિશીલ રાખ્યું હતું. ધોરીમાર્ગ ઉપર આ રીતે દોડતા ટ્રકના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી.

સદભાગ્યે કોઈ અનઇચ્છનીય ઘટના ન બનતાં જાનમાલની નુકશાની ટળી હતી. જિલ્લાના વિવિધ હાઇવે પર આ પ્રકારે બેફામ દોડતા માલવાહક વાહનો સામે તંત્ર દ્વારા દંડનીય કામગીરી કરી તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માગ લોકોમાં ઉઠી છે.