વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે દિવસ આખરે આવી ગયો છે. આજે બપોરે 4.30 વાગે જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અદ્યારુએ કાર્યકરોને 29 એપ્રિલે મંગળવારે બપોરે 4.30 વાગે જિલ્લા ભાજપના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
આ જાહેરાત જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે કરવામાં આવશે. આ જાહેરાત થતાંની સાથે જ ભાજપના કાર્યકરોમાં વડોદરા જિલ્લાને નવા પ્રમુખ મળશે કે પછી વર્તમાન પ્રમુખ સાથે કામ કરવું પડશે? તેણે લઇને ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
આ ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખ પદ માટે OBCમાંથી પણ કોઇ ચહેરો લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે OBCમાં ભાજપનું મોટું લિસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષની જેમ સંઘનો કોઇ કાર્યકર્તા પ્રમુખ તરીકે આવશે તે વિશે પણ કાર્યકરોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ માટે અનેક મુરતીયાઓએ પોતાની દાવેદારી રજૂ કરી હતી.
છેલ્લા ઘણા સમયથી જિલ્લા પ્રમુખના નામની જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હતો. પણ આખરે આજે વડોદરા જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળી જશે. નોંધનીય છે કે, વર્તમાન પ્રમુખ સતીશ પટેલ (નિશાળીયા) છે.

