જામનગર શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજ રૂ.2.29 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ બ્રિજ સંપુર્ણ તૈયાર થઈ ગયો છે અને આગામી તા.20ને ગુરૂવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ સત્તાવાર જાહેરાત કરી નથી.
સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3450 મીટર ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ચાલતા આ બ્રિજનું કામ હવે આખરી તબક્કામાં છે.
તેના ઉદ્ ઘાટનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે આ સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું આગામી તા.20 નવેમ્બરને ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે, અને ટાઉનહોલમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

