Gujarat

વનકર્મીએ કાર રોકી મોબાઈલ તપાસતા ઘટસ્ફોટ; સિંહ પાછળ કાર દોડાવી, પથ્થર માર્યા અને સિંહ બાળની સતામણીના વીડિયો મળ્યાં

ગીર જંગલની નજીક આવેલા ઉના-ગીરગઢડા પંથકમાં સિંહ દર્શન સામાન્ય બાબત છે. દરમિયાન સિંહની પજવણીના કિસ્સાઓ પણ સામે આવે છે. ગત 21 ઓક્ટોબરે બાબરીયા રેન્જમાં એક કાર શંકાસ્પદ રીતે ધીમી ગતિએ પસાર થતી હતી.

ફરજ પરના વન કર્મચારીએ કાર રોકાવીને પૂછપરછ કરતાં તેમાં સવાર ત્રણ યુવકોની વાતોમાં શંકા જતાં તેમના મોબાઈલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સિંહની પાછળ ગાડી દોડાવવી, સિંહને પથ્થર મારવા અને સિંહ બાળની પણ સતામણીના વીડિયો મળ્યા હતા. ત્યારબાદ વનવિભાગ કાર્યવાહી કરીને રિમાન્ડ પૂર્ણ થતાં જૂનાગઢ જેલહવાલે કર્યા હતા.

શંકાસ્પદ વર્તણૂકથી શંકા ગઈ 21 ઓક્ટોબરના રોજ બાબરીયા રેન્જમાં એક GJ-32-K 1914 નંબરની કાર સાવ ધીમી ગતિએ પસાર થતી હતી. જેને નવકર્મીએ રોકાવી પૂછપરછ કરતા તેમાં વેરાવળના (ઉ.વ. 24), અ.હન્નાન હનીફ બાગજી (ઉ.વ. 23) અને માહીન જાવીદ કોઠારી (ઉ.વ. 20)ની વાતોમાં શંકા અધિકારીને શંકા જણાતા ત્રણેયના મોબાઇલ ચેક કરતા તેમાંથી ગીર ગઢડા તેમજ ખિલાવડ વિસ્તારના સિંહ પજવણીના વીડિયો જોવા મળ્યા હતા. જેને જોઈને વન અધિકારી પણ ચોંકી ગયા હતા. મોબાઈલમાં સિંહ પજવણીના વીડિયો જસાધાર રેન્જ વિસ્તારના હોવાથી બાબરીયા રેન્જના RFOએ જસાધાર RFO એલ.બી.ભરવાડને જાણ કરી હતી

એક દિવસના રિમાન્ડ બાદ જેલહવાલે કરાયા પ્રાથમિક તપાસમાં આ સિંહ પજવણીના વીડિયો જસાધાર રેન્જ વિસ્તારના હોવાનું જાણવા મળતાં બાબરીયા રેન્જના RFO દ્વારા જસાધાર RFO એલ.બી. ભરવાડને જાણ કરવામાં આવી હતી.

RFO એલ.બી. ભરવાડે ત્રણેય શખસો વિરુદ્ધ વનવિભાગના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં હાલ ત્રણેય આરોપીઓને જૂનાગઢ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 ઓક્ટોબરના રોજ કોર્ટમાં રાખવામાં આવેલ છે.