આ કાર્યક્રમમાં અજયભાઈ ગોસ્વામી જિલ્લા સંગઠન પ્રમુખ, તથા હેમાંગીનીબેન માણેક જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા સહકાર ભારતી નું લક્ષ્ય, વિશેષતાઓ, માન્યતાઓ, કાર્યો તથા ઉપલબ્ધિઓ ની વિસ્તૃત માહિતી માહિતી આપવામાં આવી.
તે ઉપરાંત વિજયભાઈ કક્કડ સહકાર ભારતી જિલ્લા મંત્રી તેમજ ઓસડ મહિલા શરાફી મંડળી નાં સંચાલકો તથા સ્ટાફ તથા કેશવ કો – ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ના સંચાલકો તથા સ્ટાફ તેમજ અન્ય સહકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – બુધાભા ભાટી