પિતાનું કૈલાસવાસ થયા બાદ તેમનું બારમું હોવાથી મહેમાનો હોવા છતાં સંપૂર્ણ પરિવારના નવ લોકોએ મતદાન કર્યું.
લોકતંત્રને ધબકતું રાખવા માટે પણ મતાધિકારનો ઉપયોગ રાષ્ટ્રીય ફરજ સમજીને કરવો જોઈએ એવું પ્રેરણાદાયી કાર્ય

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના એક સદસ્ય માટેની સામાન્ય ચૂંટણી હોવાથી સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના મહાદેવવાળી શેરીમાં રહેતા નિલેશપરી ગોસ્વામી અને કેતનપરી ગોસ્વામીના પિતાશ્રી હરદેવપરી બાપુનું દુઃખદ અવસાન થયેલ તેમનું શક્તિ પૂજન ભંડારો, બારમું હોવાથી સાવરકુંડલા શહેરમાં વસતા દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો, સંતો, મહંતો તેમજ ગોસ્વામી પરિવારના બહારગામથી મોટી સંખ્યામાં આવેલ સગા સંબંધીઓની વચ્ચેથી ટાઈમ કાઢીને લોકશાહીના પર્વ અને અવશ્ય મતદાન માટે નિલેશપરી ગોસ્વામી, તેમના પત્ની, તેમના બે દીકરા દીપ, હર્ષ તેમજ તેમના માતૃશ્રી મંજુલાબેન, કેતનપરી ગોસ્વામી તેમના પત્ની દિવ્યાબેન, પુત્ર દક્ષ અને તેમની પુત્રીએ એમ કુલ નવ લોકોએ સંપૂણ પરિવાર સાથે પોતાના પિતાનું અવસાન બાદ તેમનું બારમું હોવા છતાં મતદાન કર્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા

