Gujarat

ધામળેજ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે કેનાલ અને રેલ્વે લાઈનના વિરુદ્ધમાં ગ્રામસભા બોલાવવામાં આવી

ફરી આજે બીજા દિવસે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભા બેઠકમાં ચર્ચા વિચારણ કરવામાં આવી હતી

જેમાં ગ્રામજનો દ્વારા રેલ્વે લાઈન અને કેનાલ આ બંને મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા બોલાવી જેમના વિરુદ્ધમાં ઠરાવ કરવામાં આવ્યો હતો

સરપંચ અને માજી સરપંચ અને ગ્રામજનો દ્વારા આ મુદ્દે ગમે ત્યાં સુધી લડવું પડશે તો લડશું બાકી જમીન નહીં આપશો

જેમાં વેરાવળ થી કોડીનાર ચાર શાહપુરજી પાલનજી માટે ઔદ્યોગિક હેતુ માટે બોર્ડ ગેજ લાઈન આવે છે જેમાં ફળરૂપ જમીનને નુકસાન થાય જેમાં ગામને નજીક જંગલ આવેલું હોય ત્યારે વન્ય પ્રાણીઓને પણ નુકસાન પહોંચે છે

જ્યારે આદ્રી થી મૂળ દ્વારકા સુધીની ઓપન લીંક કેનાલ આવતા મોટાપા એ નુકસાન થતું હોય ઘણા ખરા ખેડુતો એટલે કે 70 થી 75% ખેડૂતો ની સારી ફળદ્રુપ જમીન પર નુકસાન થાય છે તેથી ખેડૂતો પશુપાલન અને ખેતી પર નભે છે

ત્યારે કેનલ અને રેલ્વે લાઈન તાત્કાલિક ધોરણે રદ કરવા માંગ કરવામાં આવી હતી