૨૬ જાન્યુઆરીના રોજ, પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે, સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હિન્દૂ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એક્તા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરતાં, રાષ્ટ્ર પ્રેમી ભાઈઓ બહેનોએ ભારત માતાનુ પૂજન કરી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન હિન્દૂ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એક્તા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દેશભક્તિની ભાવના જગાવવાનો અને નવી પેઢીને દેશપ્રેમનું મહત્વ સમજાવવાનો હતો. આ સાથે જ, દેશની એકતા અને અખંડિતતા માટે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારત માતાનું પૂજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ દેશ પ્રત્યેના અપાર પ્રેમ અને નિષ્ઠાનું પ્રતીક છે.

હિન્દૂ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એક્તા મંચ ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને સેવાકીય કાર્યોમાં સક્રિય રહ્યા છે. આ સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાવરકુંડલામાં રાષ્ટ્રવાદની ભાવનાને વધુ મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

સાવરકુંડલાની જનતાએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો ભારત માતાના પૂજનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા સાબિત થયું છે કે સાવરકુંડલાના લોકો દેશપ્રેમી છે અને તેઓ દેશની એકતા અને અખંડિતતા માટે હંમેશા તત્પર રહે છે. આ કાર્યક્રમ સાવરકુંડલા માટે એક યાદગાર દિવસ બની ગયો હતો
બિપીન પાંધી સાવરકુંડલા

