Gujarat

ઉપલેટા કોર્ટનો જામીન અંગેનો ઐતિહાસિક ચુકાદો આપ્યો

ઉપલેટાના પંચહાટડી વિસ્તારમાં મારામારીનો ગંભીર બનાવ બન્યો હતો. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯ (જૂના કાયદા મુજબ IPC કલમ ૩૦૭ – હત્યાનો પ્રયાસ) ઉમેરી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અટકાયત કરાયેલા વ્યક્તિઓને ઉપલેટા ઉપલેટા પોલીસે ઉપલેટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે ઉપલેટાના વકીલ બાબુલ એ. જુણેજાએ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને વિસ્તૃત દલીલો કરી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખીને ઉપલેટાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (J.M.F.C.) જજ ડી.વાય. પટેલે તમામ વ્યક્તિઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

સામાન્ય સંજોગોમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં તાલુકા કોર્ટ દ્વારા જામીન મળતા નથી. જોકે, એડવોકેટ બાબુલ જુણેજાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ અને માર્ગદર્શિકાઓને આધારે ઉપલેટા કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ધોરાજી સેશન્સ કોર્ટે પણ ઉપલેટા કોર્ટના આ જામીન મંજૂર કરવાના આદેશને માન્ય રાખીને આરોપીઓને મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.