શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી.કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું તારીખ ૧૯-૨-૨૦૨૫ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડીપરા ગામે બોઘરિયાણી ખોડીયાર મંદિર ખાતે ઉદ્ઘાટન થયું. કાણકિયા કોલેજ એનએસએસ યુનિટ અને બોઘરિયાણી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ શિબિરનું ઉદ્ઘાટન ખોડિયાર મંદિર ટ્રસ્ટ, ધજડી પરાના પ્રમુખ ગુણવંતભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં ખોડિયાર મંદિરના મહંત પૂજ્ય મહેશદાસજી બાપુના આશીર્વાદ તથા સૌરાષ્ટ્ર યુનિ. એન.એસ.એસ.વિભાગના કો-ઓર્ડીનેટર ડો. એન.કે ડોબરીયા સાહેબના શુભ સંદેશ સાથે કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,અતિથિ વિશેષ તરીકે ધજડી ગામના સરપંચ ભરતભાઈ ધડૂક,ઉપસરપંચ મહેશભાઈ રાદડિયા,શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયા,શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી વિનુભાઈ રાવલ, પુણ્યશ્લોક શ્રીલલ્લુભાઈ શેઠના સુપુત્ર ડોક્ટર દીપકભાઈ શેઠ, સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન તથા હોમગાર્ડ કમાન્ડર અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, ઉપરાંત સામાજિક અગ્રણીઓ પ્રતિકભાઇ નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા,લાલાભાઇ ગોહિલ,વિપુલભાઈ સોજીત્રા, વિનુભાઈ બુહા, શૈલેષભાઈ સાવલિયા,અમરસિંહભાઈ રાઠોડ તેમજ ધજડી પરાના ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહેમાનો તથા કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ એસ.સી. રવિયા સાહેબ, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષભાઈ ચૌહાણ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં શિબિરાર્થીઓ દ્રારા સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ધજડીપરા પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાના સહકારથી શાળાના શિક્ષિકા જાગૃતિબેન બોરીસાગર દ્વારા તૈયાર કરાવવામાં આવેલ સ્વાગત ગીતની શાળાની બાલિકાઓએ સુંદર પ્રસ્તુતિ કરી હતી.

ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો.રવિયા સાહેબ દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને ગાંધી વિચાર સાથે સંકળાયેલા એનએસએસની અગત્ય અને સર્વગ્રાહીતા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિબિરાર્થીઓને જીવન પ્રેરક બની રહે એવી બાબતોને વણી લીધી હતી. ગુણવંતભાઈ ત્રિવેદીએ પ્રેરક જીવનલક્ષી અધ્યક્ષીય ઉદ્બોધન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષભાઈ ચૌહાણે કર્યું હતું.આભાર દર્શન કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રિન્કુબેન ચૌધરીએ કરેલ.આભાર દર્શન બાદ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સાત દિવસની આ શિબિરમાં શિબિરાર્થીઓ દ્વારા પ્રભાતફેરી, ગ્રામસફાઈ, જન જાગૃતિ, હેલ્થ અવેરનેસ, વ્યસન મુકિત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષા તથા બેટી બચાવો જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે.
બિપીન પાંધી સાવરકુંડલા