Gujarat

વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન, તહેવારો પહેલા ફૂડ શાખાના દરોડા પાડ્યા

રાજકોટમાં તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો હોવાથી, મહાપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્યતેલ અને ડેરી પ્રોડક્ટના નમુના લેવાનું સઘન અભિયાન શરૂ કર્યું છે. ફૂડ વિભાગે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 30 નમુના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આ ચેકિંગ ગાંધીગ્રામ, રૈયારોડ, અમીનમાર્ગ, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, યુનિવર્સિટી રોડ અને કોટેચા નગર મેઈન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.

વિભાગે લક્ષ્મી અને શ્રીરામ જાંબુ, પાયલ પંજાબી ફૂડ, જશોદા ડેરી ફાર્મ, પંગત રેસ્ટોરેન્ટ, હરભોલે ડેરી ફાર્મ, પાપા લુઈઝ, ડાયમંડ એન્ટરપ્રાઇઝ, મદ્રાસ કાફે, પાટિલ વડાપાઉં મિસલ હાઉસ, દીપક સેન્ડવીચ, બોમ્બે સ્ટ્રીટ ફૂડ ઢોસા, છોટુજી સમોસા વાલે, વેલ્ધી ફૂડ અને શાહી એન્ટરપ્રાઇઝ સહિતની દુકાનો અને રેસ્ટોરન્ટોમાંથી માવો (લૂઝ), પનીર (લૂઝ), મિક્સ ડ્રાયફ્રૂટ્સ રોલ, પીઝા ચીઝ, પ્રોસેસ્ડ ચીઝ (લૂઝ), બટર (લૂઝ) અને શુધ્ધ ઘી (લૂઝ) જેવા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે.

તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે, અને હવે આ નમુનાઓના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.