Gujarat

જામનગરમાં મૂકાયેલી માહિતી સ્લાઇડ્સ શોભાના ગાંઠીયા સમાન

જામનગર શહેરના વિવિધ જાહેર સ્થળોએ માહિતી અને જનજાગૃતિ માટે મૂકવામાં આવેલી ડિજિટલ સ્લાઇડ્સ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.

આ સ્લાઇડ્સ પર અગાઉ વિવિધ જાહેરાતો, તાપમાનના આંકડા તેમજ શહેર સંબંધિત માહિતી દર્શાવવામાં આવતી હતી, પરંતુ હાલ તે કાર્યરત ન હોવાથી માત્ર શોભાના ગાંઠિયા બની ગઈ છે.

શહેરના વ્યસ્ત વિસ્તારો અને મુખ્ય માર્ગો પર મૂકાયેલી આ સ્લાઇડ્સ ન ચાલતાં નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. માહિતી પ્રસારણના હેતુથી સ્થાપિત કરાયેલ વ્યવસ્થા બિનઉપયોગી બની જતાં તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિકો દ્વારા સ્લાઇડ્સ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ફરી એકવાર જાહેર ઉપયોગી માહિતી નાગરિકોને મળી શકે.