જામનગરના ઈતિહાસમાં પહેલી વખત આંતર-જિલ્લા વિમાન સેવાનો 23 ઓગસ્ટ 2025થી પ્રારંભ થયો છે. 50 બેઠકોની ક્ષમતા ધરાવતું વિમાન અમદાવાદથી જામનગર આવ્યું. પ્રથમ ફ્લાઈટમાં 25 મુસાફરો સાથે સવારે 8:33 વાગ્યે સુરત માટે રવાના થયું.
જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે.સિંઘે વિમાનની પ્રથમ ઉડાન પહેલાં કેક કટિંગ અને રિબન કટિંગ કર્યું. આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર-મુંબઈ વિમાન સેવા પહેલેથી જ કાર્યરત છે. આ રૂટ પર રોજની એક ફ્લાઈટ જેટલો મુસાફર ટ્રાફિક નોંધાય છે. 2022-23માં જામનગર-બેંગલુરુ-હૈદરાબાદ રૂટ શરૂ થયો હતો, જે થોડા મહિના બાદ બંધ થયો.
નવી શરૂ થયેલી સેવા અંતર્ગત વિમાન અમદાવાદથી સવારે 8:10 વાગ્યે જામનગર આવે છે. ત્યાંથી 8:33 વાગ્યે સુરત જાય છે. સુરતથી બપોરે 1:30 વાગ્યે જામનગર પરત આવે છે અને બપોરે 2 વાગ્યે અમદાવાદ જવા રવાના થાય છે.