જૂનાગઢના ખડીયામાં પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય ના અધ્યક્ષ સ્થાને ભારતીય કિસાન સંઘ ની બેઠક મળી
જુનાગઢ આજ રોજ ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લા બેઠક જુનાગઢ તાલુકાનાં ખડીયા ગામે મહાકાળી ધામ આશ્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગમાલ ભાઈ આર્ય ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરૂભાઇ ધાખડા પ્રદેશ સદસ્ય અને જુનાગઢ ના વતની મનસુખભાઇ પટોળીયા પ્રદેશ સદસ્ય અમૃત ભાઈ પટેલ પુર્ણ કાલીન કાર્ય કરતા રામુ દાદા તેમજ જીલ્લા કારોબારી અને દરેક તાલુકા ના પ્રમુખ. મંત્રી હાજર રહ્યા હતા.
આ બેઠકમાં આવનાર ત્રણ વર્ષ માટે જીલ્લા ની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. આ તકે અધ્યક્ષ શ્રી દ્વારા જીલ્લા પ્રમુખ તરીકે રાજેશ ભાઈ બુહા. મંત્રી તરીકે વિનુભાઈ બારૈયા તેમજ કોષાધ્યક્ષ જમનભાઈ ટાંક ના નામોની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાત ને ઉપસ્થિત તમામ કાર્ય કરતા એ વધાવી હતી.
આ બેઠકમાં આવનાર ત્રણ વર્ષ માટે સંગઠન ને દરેક ગામ સુધી લઈ જવા તેમજ દરેક તાલુકા બેઠકો રેગ્યુલર થતી રહે અને ખેડૂતો ના પ્રશ્નો ના કાયમી ઉકેલ માટે યોજના તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકના અંતે ગુજરાત પ્રદેશ સદસ્ય મનસુખભાઈ પટોડીયા દ્વારા પધારેલા મહેમાનોને આભાર વ્યક્ત કર્યો હતો અને નવી કારોબારીને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન પણ પૂરું પાડી જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી
રિપોર્ટર મહેશ કથીરિયા