Gujarat

સાફ સૂથરા માર્ગ ઉપર ઝાડુ ફેરવાયા, મનપાએ જાહેર માર્ગો પર સાવરણા માર્યા, અંદરના વિસ્તારોમાં નજર જ ન કરી

મોરબીમાં તંત્રએ હમેશા સ્વચ્છતાના નામે નર્યો દેખાડો જ કર્યો છે. ત્યારે ફરી એકવાર મોરબી મહાપાલિકાએ સ્વચ્છોત્સવના નામે નર્યું તુર્ત ચલાવ્યું હતું. જેમાં આગામી ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા હી સેવા પખવાડિયા તરીકે ઉજવણી માટે સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન ચલાવવાનું કેન્દ્ર અને રાજય સરકારનું ફરમાન હોવાથી મોરબી મનપાને રસ ન હોવા છતાં મને કમને આ સ્વચ્છોત્સવમાં જોતરાઇને સ્વચ્છતા અભિયાન ચલાવવું પડી રહ્યું છે.

પણ મનપાને રસ જ ન હોય એમ નર્યું નાટક જ કર્યું હતું અને જે માર્ગો પહેલેથી જ સાફસુથરા હતા કે થોડી ધૂળ અને અમુક જ કચરો હતો એ માર્ગ પર સફાઈ અભિયાન ચલાવ્યું હતું.