અન્નકૂટ અને મહાઆરતી નું સુંદર આયોજન કરાયું
કવિવર બોટાદકર ની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે.
આ મુક્તિધામ પરિસર માં સુંદર મંદિર માં જગત જનની મેલડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે.અહીં ગુજરાત ભર માંથી માઇ ભક્તો માનતા અને મન્નત માંગવા આવે છે.

આવા ચમત્કારી અને પ્રખ્યાત મેલડી માતાજી મદિર નો નવમો પાટોત્સવ તા.૨૮/૧૧/૨૫ ના રોજ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ના બ્ર.કુ.રજની બહેન ની વિશેષ ઉપસ્થિત માં ધામ ધૂમ પૂર્વક ઉજવાયો.અન્નકુટ માં 56 પ્રકાર ના વિવિધ ભોગ ધરાવવા માં આવેલ.

આ પ્રસંગે સહકારી આગેવાન અને પત્રકાર કનુ ભાઈ ખાચર , મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , મહેશભાઈ ભાદાણી (વિનાયક સાડી ) પરસોત્તમ ભાઈ (ચામુંડા એન્ટરપ્રાઈઝ) , મકા ભાઈ ભુવા , જીવરાજ ભાઈ કળથીયા , બીપીન ભાઈ ગઢિયા , અમિત ભાઇ વડોદરિયા , કિરણ બેન (ગોપી ડ્રેસીસ) , સંગીતા બેન , મહેન્દ્રસિંહ ઝાલા , દિપક ભાઈ હોમગાર્ડ વગેરે મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈ – બહેનો ઉપસ્થિત રહી અન્નકૂટ અને મહા આરતી નો લાભ લીધેલ.

માતાજી નું શાસ્ત્રોકત વિધિ થી પૂજન વિદ્વાન શાસ્ત્રી નિરવ ભાઈ જોશી એ કરાવેલ.
અહેવાલ કનુભાઈ ખાચર

