જેતપુર નવાગઢ નગરપાલિકાની અગામી ૧૬ મી ફેબ્રુઆરી 11 વોર્ડ ની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે ભર શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપા સહિત અપક્ષ નગરપાલિકા કબજે કરવા એડી ચોટીનો જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી.
જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હવે 140 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે આજે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી જેમાં મુદતપુરી થયા બાદ ભાજપના 42 કોંગ્રેસના 28 આમ આદમી પાર્ટીના 12 તથા 51 અપક્ષ ઉમેદવારો મળી કુલ 140 ઉમેદવારો મેદાનમાં છે આજે મામલતદાર કચેરીમાં ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરવામાં આવી છે અમુક અપક્ષ ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોને નુકસાન પહોંચાડી શકે તેમ હોવાનું જાણવા મળે છે જાણવા મળતી માહિતી પ્રમાણે અમુક સક્ષમ અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવા દબાણ થયું હોવાનું કહેવાય છે હવે જોવાનું એ રહેશે કે જેતપુર નગરપાલિકામાં અપક્ષોના સાથ સહકાર વગર શાસન ચલાવી શકાશે કે કેમ તે સમય બતાવશે.જેતપુર નવાગઢ નગરપાલિકામાં 16 ફેબ્રુઆરીને રવિવારે મતદાન થશે અને 18 તારીખે મંગળવારે મતગણતરી રાખવામાં આવી છે કુલ મતદારો ૧૦૪૫૫૯ છે જેમાં 54,124 પુરુષ મતદારો અને 50,431 સ્ત્રી મતદારો છે જેતપુર નગરપાલિકા ગુજરાતમાં એ ગ્રેડ ની નગરપાલિકા છે અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયા નો ઉપયોગ ઉમેદવારોના ટેકેદારો દ્વારા ઉમેદવારને મત આપવા ભલામણ કરવા થઈ રહ્યો છે