સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આજરોજ વિદ્યાસભા અમરેલી ખાતે જિલ્લા કક્ષાની એથલેટીક્સની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા તાલુકા શાળાનો વિદ્યાર્થી રાઠોડ મોહિત અન્ડર-9 સ્ટેન્ડિંગ બ્રોડજમ્પની સ્પર્ધામાં સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ આવેલ તેમજ ૩૦ મીટર દોડમાં સમગ્ર અમરેલી જિલ્લામાં દ્વિતીય નંબર આવેલ. તેમજ શાળાનો વિદ્યાર્થી ચૌહાણ અલી અન્ડર ઇલેવન ૫૦ મીટર દોડમાં સમગ્ર અમરેલી જિલ્લામાં દ્વિતીય નંબર આવેલ. આગામી સમયમાં આ બંને વિદ્યાર્થી રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે .આ તકે કોચ હિતેશભાઈ જોષી માર્ગદર્શક અલ્પેશભાઈ તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ જાદવ તેમજ શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા માટે શુભેચ્છા પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા

