Gujarat

ચલાલા પાલિકા વિસ્તારમાં મુકાયેલા વોટર કુલરની ગુણવતા તદ્દન નબળી

ચલાલા નગરપાલિકા વિસ્તારમા અલગ અલગ સ્થળે મુકવામા આવેલા વોટર કુલરની ગુણવતા નબળી હોવાની ફરિયાદ સાથે પાલિકાના પુર્વ ઉપપ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામા આવ છે.

ચલાલા પાલિકાના પુર્વ ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા દ્વારા ચીફ ઓફિસરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ધારાસભ્યની વર્ષ 2023/24ની ગ્રાંટમાથી ચલાલા પાલિકા વિસ્તારમા અલગ અલગ નવ સ્થળે વોટર કુલર અને ફીલ્ટર પ્લાન્ટ મુકવામા આવ્યા છે.

આ એક વોટર કુલરની અને ફીલ્ટર પ્લાનની વર્ક ઓર્ડર મુજબ કિમત રૂપિયા 75 હજાર છે. આટલી માતબર કિમત હોવા છતા વોટર કુલર અને ફીલ્ટર પ્લાન્ટ તદન નબળી ગુણવતાના તેમજ સરકાર માન્ય આઇએસઆઇ કે આઇએસઓ પ્રમાણિત ન હોય તેવા છે.

સરકારનો ઉદેશ બધી જ વસ્તુઓ સારી ગુણવતા તથા કવોલીટીના જ હોવા જોઇએ તેવી છે. ત્યારે ઉપરોકત એજન્સી દ્વારા વોટર કુલર અને ફીલ્ટર પ્લાન્ટ સરકાર માન્ય કે કોઇ સ્ટાન્ડર્ડ કંપનીનુ ના મુકીને હલકી ગુણવતાનુ મુકી દીધુ હોય એજન્સીનુ બીલ ન ચુકવવા તેમજ યોગ્ય કાયદાકીય પગલા લેવા માંગ કરાઇ હતી. કુલર નબળી ગુણવતાના.