વરિયાવ છાપરાભાઠા ખાતે બુધવારી બજાર ભરાતું હતું તે સરકારી પ્લોટ છે અને મંજૂર થયેલી ટીપી 37માં 98 નંબરનો ફાઇનલ પ્લોટ લાઇબ્રેરીના હેતુ માટે દર્શાવેલો છે. પરંતુ પ્લોટમાં હેતુ જ્યાં સુધી સિદ્ધ થાય નહીં ત્યાં સુધી પ્લોટ પડ્યો રહે નહીં તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી આ પ્લોટ ભાજપના જ પૂર્વ મહિલા કોર્પોરેટર કંચન પ્રજાપતિને નક્કી કરેલા ભાડેથી ફાળવી દીધો છે.
અહીં સવાલ એ છે કે આ પ્લોટ માટે લેન્ડ ડિસ્પોઝલ પોલીસી હેઠળ ભાવ નક્કી કરવાનો થાય અને તે માટે બીડીંગ પણ કરવું પડે, જેથી પ્લોટ લેવા માટે હરિફાઈ થાય અને પાલિકાને વધુ આવક થાય. પરંતુ આ કિસ્સામાં આવી કોઈ પ્રક્રિયા થઈ નહીં.
અલબત્ત આ પ્લોટ પર ઉભા થયેલા ટેમ્પરરી સ્ટ્રક્ચર પણ ગેરકાયદે હોવાની નોટીસો ઝોનના અધિકારીએ આપી છે, પરંતુ કાર્યવાહી કરાઈ નથી. કંચન પ્રજાપતિએ ભાસ્કરને કહ્યું કે ધંધાકીય હેતુ માટે મેં પ્લોટ લીધો છે પરંતુ મેં ગટર તોડી નથી. અધિકારીઓએ બિલ્ડરોને ગેરાકયદે ડ્રેનેજ કનેક્શન આપ્યા છે તેમાં અમારો વાંક નથી.

