છોટાઉદેપુર જિલ્લાના પાવીજતેપુર પાસે તારીખ 29.12.2024 ના રોજ રાત્રિના સમયે 20 :32 સમયે પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સને શિહોદ ચોકડી નજીક રોડ ટ્રાફિક એકસીડન્ટનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સના ઈએમટી વિજય પરમાર આને પાયલોટ યોગેશ રાઠવા 4 થી 5 મિનિટમાં ઘટના સ્થળે પોહચી ગયા હતા. ત્યાં એક ઇનોવા કાર ઝાડ સાથે અથડાયેલી હોવાથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા. અને તે અર્ધ બેભાન અવસ્થામાં હતા.દર્દીને 108 એમ્બ્યુલન્સમા આવતા સ્પાઇન બોર્ડ સ્ટ્રેચર પર લઇ એમ્બ્યુલન્સમાં ઈએમટી વિજયભાઈ પરમાર દ્વારા તરત જ પ્રાર્થમિક સારવાર આપવાનું ચાલુ કર્યું.
જેની પ્રાથમિક તપાસ કરતા ખબર પડી કે ડાબી બાજુનો હાથ ફેક્ચર હતો.અને એકાએક અકસ્માત થવાંથી દર્દી અર્ધ બેભાન હાલતમાં હતા.જેથી સમય બગડ્યા વગર ઈએમટી દ્વારા ઓક્સિજન સપોર્ટ, ફ્રેક્ચર વારા હાથની હલન ચલન થી દુખાવો ઓછો થાય એ માટે હાથમા સ્પલીંટ તેમજ ઈન્જેકશન અને બોટલ ચઢાવી આર્યા ઓર્થોપેડિક હોસ્પિટલ મા ખાસેડવામાં આવ્યા હતા.
દર્દી અર્ધ બેભાન હોવાથી એમની પાસે રહેલો કિંમતી સામાન (આશરે 11 લાખથી વધુનો) દર્દી ના પત્ની ને હોસ્પિટલ મા પરત કરી 108 એમ્બ્યુલન્સ સ્ટાફ ઈએમટી વિજયભાઈ પરમાર અને પાયલોટ યોગેશ રાઠવા દ્વારા કર્તવ્ય ની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી સમાજ મા હજુ પણ જીવંત છે એવો દાખલો બેસાડ્યો છે.
કિંમતી ચીજ વસ્તુઓની વિગત :
૧. રોલેક્સ ઘડિયાળ કિંમત આઠ લાખ
૨. સોનાની ચેન કિંમત એક લાખ ત્રીસ હજાર
૩. સોનાની બ્રેસલેટ કિંમત એક લાખ રૂપિયા
૪. સોનાની વીંટી 55000
૫. સોનાની વીંટી 45000 રૂપિયા
6. મોબાઈલ oppo 30000 રૂપિયા
7. મોબાઈલ oppo ₹25,000
દર્દીના પત્નીએ 108 એમ્બ્યુલન્સના સ્ટાફની કર્તવ્ય અને ઈમાનદારી જોઇ આભાર વ્યક્ત કરી 108 ની સેવા તેમજ સ્ટાફ ને બિરદાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર