ઉનાળાની ગરમીથી બચવા શક્ય હોય તો ભરબપોરે બહાર ન નીકળવું
ખોરાકમાં લિંબુ, કાચી કેરી, ડુંગળી સપ્રમાણ
શક્ય હોય તો ઉકાળેલું પાણી પીવું
ઠંડા પીણાં, શરબત, નારિયેળ પાણી, આઈસક્રીમનો ઉપયોગ કરવો
બપોરે બહાર નીકળતી વખતે કેપ ચશ્મા આખી બાયનો શર્ટ પહેરીને જ નીકળવું

હવે શિયાળો થયો છૂમંતર.. ઉનાળાના પ્રારંભિક દિવસોમાં જ અંગ દઝાડે એવી ગરમીનો અનુભવ થતાં લોકોએ પંખા કૂલર અને એ.સી.નો ઉપયોગ શરૂ કરી દીધો. તો બઝારમાં પણ ઠંડી લચ્છી, ઠંડા પીણાં, નારિયેળ પાણી, શેરડીનો રસ અને લીંબુ વરિયાળી અને વિવિધ ઠંડા પદાર્થો મિશ્રિત શરબતના વેચાણમાં ગરમી જોવા મળી. લોકો ગરમીથી બચવા બહાર નીકળતી વખતે કેપ ચશ્મા પહેરેલા જોવા મળ્યા. તો ગરમીથી ઠંડક મેળવવા માટે બઝારમાં તરબુચની માંગ પણ વધુ જોવા મળી. તો કોઈ ટમેટાની ઠંડી ડીશ પ્રેમથી આરોગતાં જોવા મળેલ. સૂર્યનારાયણની ગરમીના કોપથી બચવા લોકો ભોજનમાં કાચી કેરી અને ડુંગળીનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તો બપોરના કાળે તડકે લોકો આવશ્યકતા હોય તો જ બહાર નીકળતાં જોવા મળેલ. તો દુકાન કે ફેક્ટરી ઓનર બપોરે ઘરે આવવાનું ટાળતા જોવા મળ્યાં

ખાસકરીને હાઈ બીપી અને હ્રદય સંબંધિત તકલીફવાળા લોકોએ ગરમીમાં બહાર નીકળતી વખતે સાવચેતી દાખવવી.. માથે ઠંડા રૂમાલ રાખવો અને લૂ ન લાગે તેની કાળજી રાખવી.
પ્રારંભિક ઉનાળાની ગરમી જ આટલી છે તો પ્રખર ઉનાળે શું થશે? એ વિચાર કરતાં જ ધ્રૂજી જવાય છે જો કે ઊનાળામાં ગરમ લૂ થી બચવા પ્રચુર માત્રામાં પાણી પીવું હિતકારક.. ગરમીમાંથી આવીને તુરંત પાણી ન પીવું તેમજ પાંચ મિનિટની જેવા સમય બાદ ઠંડા પાણીથી હાથ પગ મોં ધોવા. બાકી આ તો સૂર્યનારાયણ છે એના પ્રકોપથી તો ઈશ્વર જ બચાવે એટલે ઉનાળામાં બપોરે ઠંડે છાંયડે બેસીને થોડું હરિ સ્મરણ કરી લેવું મન અને શરીર માટે હિતકારક ગણાય..આવી ગરમીમાં ઝાડા ઉલ્ટી, કોલેરા, કમળા જેવા દર્દો માથુ ઉંચકે છે. એટલે લોકોએ આરોગ્યક્ષી કાળજી પણ લેવી
બિપીન પાંધી સાવરકુંડલા