Gujarat

શિક્ષણ વિભાગનો ટેબ્લો જિલ્લા કક્ષાએ બીજા નંબરે

સાવરકુંડલાએ શિક્ષણ ક્ષેત્રે ઝળકીને નાવલીનું ખમીર બતાવાયું
 ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને બીઆરસી સાવરકુંડલાના સયુંકત ઉપક્રમે ટેબ્લોનું નિર્માણ કરવામાં આવેલ જેમાં નવી શિક્ષણ નીતિ અનુરૂપ ભગવત ગીતાનું શિક્ષણ અને અન્ય શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું
જેમાં ટેબ્લો બનાવનાર વર્ષાબેન કોઠીયા,વર્ષાબેન કોલડીયા,કાજલ જે ડાવરા, જયસુખભાઈ જાદવ,હરેશભાઇ સોડવડિયા,નરેશભાઈ ઉકાણી, ભુપતભાઇ ઉનાગર,સીમાબેન ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર અને આકર્ષક ટેબ્લો નિર્માણ કરવામાં આવ્યો તમામ કર્મચારીઓને તેમની મહેનત બદલ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મીયાણી સાહેબ,નાયબ ડીપીઈઓ સોલંકી સાહેબ,જિલ્લા જેન્ડર કો.ઓ.ભૂમિ મેડમ, તા.પ્રા.શિક્ષણાધિકારી ડાંગર સાહેબ,બીઆરસી વિપુલભાઈ દુધાત દ્વારા તમામને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ અને ભવિષ્યમાં પણ શિક્ષણ વિભાગની કૃતિ આગળ જાય એવી શુભેચ્છા પાઠવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા