Gujarat

પાણી નીચેના માળખાની તપાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વિશેષ યુનિટ કાર્યરત

જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગે પુલોની સઘન ચકાસણી શરૂ કરી છે. આ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને તૈનાત કરવામાં આવ્યું છે. યુનિટ પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીક નિરીક્ષણ કરી રહ્યું છે.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામી મુજબ, ચોમાસાની સ્થિતિ અને વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા જરૂરી છે. વિભાગ પુલોના બાંધકામની ગુણવત્તા તપાસી રહ્યું છે. ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્વોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. આ માટે નિષ્ણાત ઇજનેરો અને ટેકનિશિયનોની ટીમો બનાવવામાં આવી છે. ટીમો ઝડપથી કામગીરી પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે.