Gujarat

છેલ્લા બે વર્ષથી મૌન બેઠેલા આહિર સમાજનો યુવા ચહેરો કેતન વાણીયા રાજકીય પંથમાં મેદાનમાં આવવાની શક્યતા સૂત્રો દ્વારા માહિતી

આ કેતન વાણીયા છે કોણ…? સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેતન વાણીયા આધ્યાત્મિક સામાજિક અને રાજકીય સુઝ બુજ ધરાવતી વ્યક્તિ છે. જે કેતન વાણીયા ગમે ત્યારે ગમે તેની બાજી ફેરવી શકે તેવું શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. જે કોઈ કારણો સર છેલ્લા બે વર્ષથી મૌન સેવ્યું હતું તેવું લોકો નું માનવું છે જેઓ ટૂંક સમયમાં જનતાલક્ષી અનેક મુદ્દાઓને લઈને મેદાનમાં લોકો વચ્ચે આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ઉપરાંત કેતન વાણીયા પ્રત્યે વધુ માહિત મેળવતા પોતે પ્રખર કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલ હોય અને અઢારે વરણને સાથે લઈ ચાલનાર વ્યક્તિ છે. જેઓ મૂળ રાજુલા પંથકના અને 2002 ની સાલથી સુરત શહેરમાં સ્થાયી છે સામાજિક ક્ષેત્રેમા પણ ખુબજ સેવાઓ બજવી રહ્યા છે. પોતાના સમાજ ની સાથોસાથ અન્ય સમાજને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેમજ લોકોને મળતી સરકારી સહાય કે અન્ય લાભો છેવાડા ના લોકો સુધી પોંહચાડવા તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત પ્રમાણે તન મન ધનથી મદદ કરવી તેમજ આહીર સમાજના અલગ અલગ સંગઠનોમા કન્વીનર તરીકે સેવા બજાવી રહ્યા છે તેમજ આહીર સેના ગુજરાતના કોર કમિટી મેમ્બર તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે અને રાજકીય ક્ષેત્રે 2015 થી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે.

2020 થી કોંગ્રેસ કિસાન સેલ ના ગુજરાત પ્રદેશ ના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જેઓ પોતાનું મૌન તોડી આવનારા સમયમાં લોકહિત માટે મેદાનમા ઉતરે તેવી પુરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે જેઓ જનતાના તથા સામાજિક રાજકીય સ્થાનિક મુદ્દાઓને જાહેરમા જનતા સામે ઉજાગર કરી પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો કરશે.

મુકેશ જીંજાળા સુરત