પૂર્વ ધારાસભ્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
સા વરકુંડલા તાલુકાનાં બાઢડા મુકામે હિન્દી અને સંસ્કૃત વિષયનાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દામનગરથી બદલી થઈ આવેલા ભરતભાઈ એસ.ગેડીયા, શિક્ષકમાંથી આચાર્ય બનતા ત્રિવેણીબેન ચૌહાણ તેમજ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર માનસિંગભાઈ વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો મનિષભાઈ સિદ્ધપરા, રામભાઈ કેશવાલા, ભરતભાઈ મકવાણા બાઢડા વિરાણી સ્કૂલના આચાર્ય ડોક્ટર બગડા, નિયામક પ્રજ્ઞેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ડૉ. વિપુલભાઈ નકુમ તેમજ નારણભાઈ વાઢેરે કરેલ હતું તેમજ આભાર વિધિ દીપાબેન ગોહિલ દ્વારા કરવામાં આવેલ હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

