Gujarat

જેતપુરમાં તિવારી ગેંગનો તરખાટ, ચાર શખ્સ સામે વધુ એક 12500ની લૂંટની પોલીસ ફરિયાદ

જેતપુરમાં હજુ દસ દિવસ પૂર્વે જ ચાર યુવાનો પર તલવાર વડે હુમલો કરવામાં જેલમાં રહેલા શખ્સની ગેંગના જ એક સાગરિત સામે 20 દિવસ પૂર્વે શાકભાજીનો વેપાર કરતા યુવાનના ઘરમાં વંડી ટપી ગેરકાયદેસર રીતે પ્રવેશી યુવાનનું અપહરણ કરી એક હોટલમાં ગોંધી રાખી લાકડી અને પટ્ટાથી મારમારી 12,500 રૂપિયાની લૂંટ કર્યાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે શહેર પોલીસે સબ જેલમાંથી ગેંગના સાગરિતોનો કબજો લઇ પૂછપરછ હાથ ધરી છે.

બીજી તરફ આ ગેંગ સામે એક પછી એક ફરિયાદ સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને અન્ય જે કોઇ ભોગ બનનાર છે તેમને ફરિયાદ નોંધાવવા સામે આવવા અપીલ કરી છે. દસ દિવસ પૂર્વે ભોજાધાર અને અમરનગર રોડ પર તલવાર, છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે ચાર શખ્સ પર ખૂની હુમલો કરવાના ગુનામાં જેલમાં રહેલા અવધ તિવારી, મુન્નાવર હુસેન, સાહિલ લાખા, તેની ગેંગના બીજા શખ્સએ સાહિલ જાડેજા નામના યુવાનના ઘરની વંડી ટપી ઘરમાં સાહિલને શોધ્યો હતો પરંતુ તે મળી ન આવતા સાહિલની માતાને એક તમાચો મારી દઇ ત્યાંથી જતાં રહ્યા હતા. સાહિલને માતાએ આપવીતિ કહેતાં સાહિલ જૂનાગઢ રોડ પર રહેતા કાકાને બનાવની વાત કરી પાછો આવતો હતો

ત્યારે રેલ્વે ફાટક પાસે અવધ, મુન્નાવર, સાહિલ, બીજા અજાણ્યા શખ્સો ત્યાં મળી ગયા હતા અને આ શખ્સોએ સાહિલને ઉભો રાખી તમાચો મારી તેનું કારમાં અપહરણ કરી જૂનાગઢ રોડ પર આવેલી હોટલ રાધિકામાં લઇ ગયા હતા, હોટેલના રૂમમાં લાવી એ કબુલ કરવા દબાણ કર્યું હતું કે નવાગઢના આશીફ બાવણકાને “અવધ તિવારી દોડાવી દોડાવીને મારશે’ તેવું તે કહેલ હતું.