Gujarat

ઓનલાઇન ફોર્મ અને કોલેજ ચોઇસ સહિતની બાબતો સરળતાથી સમજાવા 29 માર્ચથી 52 ઓફલાઇન અવેરનેસ કાર્યક્રમ યોજાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પરીક્ષા જેમ કે GUJCET તથા JEE(Main)ની પરીક્ષા સાથે મોટા ભાગના બોર્ડની પરીક્ષા પૂર્ણ થવા પર છે. આ પરીક્ષાના પરિણામો નજીકના સમયમાં જાહેર થઈ શકે છે.

તેથી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન અને સાથે અન્ય પ્રમાણપત્રો જેમ કે આવકનો દાખલો, જાતિના પ્રમાણપત્રો રજૂ કરવા પુરતો સમય મળી રહે અને પરિણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં પ્રવેશના ઓનલાઈન રાઉન્ડ કરી શકાય તે હેતુથી ડિગ્રી ઈજનેરીની પ્રવેશ કાર્યવાહી શરુ કરવામાં આવશે. રાજ્યમાં આવેલા મુખ્ય બોર્ડ જેમ કે ગુજરાત બોર્ડ, CBSE, ISCEના પરિણામ સુધી રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ રહેશે.

ધોરણ 12 પછીના તમામ અભ્યાક્રમોની પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન ફોર્મ અને ચોઈસ ભરવાની માહિતી તથા અન્ય તમામ બાબતો સરળતાથી સમજાવી શકાય તે માટે પ્રવેશ સમિતિ દ્વારા તા. 29/03/2025થી તમામ જિલ્લામાં 52 જેટલા ઓફલાઈન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવશે. જેની વિગતો પ્રવેશ સમિતિની વેબસાઈટ પર તા. 24/03/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.