કેમ્પનાં પૂર્ણ થયે. ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું
સાવરકુંડલા શહેરમાં આજરોજ લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ઉષામૈયાના ૮૬ માં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલામાં છેલ્લા બાવીસ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે આ લખાય છે ત્યાં સુધી ૧૨૫ ઉપરની બોટલનું રક્તદાન થઈ ગયું છે અને કેમ્પ પૂર્ણ થતાં ૨૪૪ બોટલ રક્તદાન રક્ત બોટલ એકત્ર થયુ છે
એમ રાજુભાઈ નાગ્રેચાએ જણાવ્યું હતું. આજ સવારથી જ રક્તદાતાઓની રક્તદાન કરવા માટે લાંબી લાઈન જોવા મળે છે. આ રક્તદાન શિબિરમાં દાતાશ્રી દિલીપભાઈ દોરડાવાળા અને કેતનભાઈ ડોડીયા માતાવાડી રેસીડેન્સી છે જેનો પણ આ તકે સદભાવના ગ્રુપ દ્વારા જાહેર આભાર માનવામાં આવેલ છે.
આમ તો પ. પૂ. ઉષામૈયાનો જન્મદિવસ શુક્રવારે હતો પરંતુ એ નિમિત્તે આજરોજ રવિવાર હોવાથી લોકો પણ હોલીડે મુડમાં હોય આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ પ. પૂ. ઉષામૈયા કુંભમેળામાં હોય ત્યાંથી તેમણે આ સદભાવના ગ્રુપ સાથે આ સંદર્ભ વાત કરેલ છે અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

