Gujarat

છોટાઉદેપુર નાં મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય માં બાળાઓ ને ટ્રેક સુટ વિતરણ કરાયું

જિલ્લા ના સરહદી વિસ્તાર ગુનાટા ખાતે સેવા નિવૃત ફૌજી ગોપાલભાઈ રાઠવા તથા તેમના ધર્મપત્ની  બેનાબેન રાઠવા દ્વારા અહીં નાં વિસ્તાર ની એવી બાળાઓ કે આર્થિક સ્થિતિ સારી નથી એવા વાલીઓ એ અભ્યાસ  અધવચ્ચે છોડાવી દઇ  છોકરીઓ ભણાવવા બાબતે ખાસ રસ નહીં ને તેમને ઢોરો ચરાવવા મા જ માણતા વાલીઓ સાથે છોકરીઓ ને ભણાવવા નું મહત્વ સમજાવી  છોકરીઓ ને આગળ ભણાવવા માટે પોતે રહેવા જમવાની સગવડ કરી ને  અહીં ઉંડાણ નાં વિસ્તાર ગુનાટા ગામે સ્વ ખર્ચે એક દેશી મકાન ભાડે રાખી, બાળાઓ ની દેખરેખ માટે એક વોર્ડન રાખી રહેવા તથા જમવાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે.
ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેન ના આ સરાહનીય સેવાકાર્ય ને જોઈ કેટલાક સેવાભાવી દાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામા આવેલ રાણી કાજલ કન્યા છાત્રાલય ની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્ય માં સહભાગી બની રહ્યા છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને તેમના પત્ની હંસાબેન રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે જઇ ૨૭ જેટલી તમામ બાળાઓ માટે ટ્રેક સુટ ખરીદ કરી ને આપવામાં માટે નો કાર્યક્રમ રાખ્યો હતો સાથે તેમના તરફથી આજનું બપોર નું ભોજન કરાવ્યું હતું જેમાં સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા તથા લક્ષમણભાઇ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર