Gujarat

છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા રોજના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ એસ.એન.કોલેજ ખાતે  યોજાય હતી.
આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વીસી અને 350 જેટલા મધ્યાન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી આપત્તિ વ્યવસ્થાપન શૈલેષ ગોકલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં નાયબ કલેક્ટર છોટાઉદેપુર મામલતદાર છોટાઉદેપુર મામલતદાર ડિઝાસ્ટર અને ડીપીઓ ડિઝાસ્ટર સાથે કોલેજના આચાર્ય તથા એન.ડી.આર.એફના ઇન્સ્પેક્ટર પંત  ઉપસ્થિત રહ્યા હતા.
 
એન.ડી.આર.એફની ટીમ દ્વારા પૂર સમય દરમિયાન સ્થાનિક વસ્તુઓથી જીવ બચાવવો પ્રાથમિક સારવાર અને પૂર્વ ચેતવણી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સમયે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોદનમાં મધ્યાન ભોજન સંચાલકઓને વીસીને આપત્તિ વ્યવસ્થાપનના છોટાઉદેપુર જિલ્લાના સૈનિકો તરીકે સંબોધન કરી સમગ્ર કાર્યક્રમમાં એક નવું જોમ પૂર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ના માર્ગદર્શન અને નિયમ અનુસાર જિલ્લાપતિઓ સપન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર