કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા ફાઉન્ડેશન અને અબુંજા સિમેન્ટ, કોડીનાર દ્વારા કોડીદ્રા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો માટે એક તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉનાળુ પાકોની ખેતી પદ્ધતિ, ખેતીમાં પાણીનો કાર્યશ્રમ ઉપયોગ, ફાર્મર પ્રોડયુસર કંપનીની કાર્યપધ્ધતિ અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં 45 જેટલા ખેડૂતોએ લાભ લીધો હતો તથા ભેટાળી ગામ ખાતે કેવિકેના ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત શ્રીમતી હંસાબેન પટેલ દ્વારા બહેનોને ટોમેટો સોચ અને બીટના લાડુ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી જેમાં 25 જેટલી બહેનોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં અબુંજા ફાઉન્ડેશન, કોડીનારના વડાશ્રી દલસુખ વઘાસિયા સાહેબ, કેવિકેના વડાશ્રી જીતેન્દ્રસિંહ સાહેબ અને કેવિકેના પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશ રાઠોડ તથા અબુંજા ફાઉન્ડેશનના સરમણભાઈ ચૌહાણ તથા સોરઠ મહિલા ફેડરેશનના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બને કાર્યક્રમને સફળ બનાવવા કોડીદ્રા અને ભેટાળી ગામના ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પરેશ લશ્કરી

