દર વર્ષે હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે ગેરનો મેળો યોજાય છે. આદિવાસીઓ ઘેરૈયા બની માનતા પુરી કરે છે. કવાંટ ના ઠેર ઠેર ઘેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશ ભૂષામાં ઢોલ નગાળા સાથે નાચ ગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પુરી પાડી છે.

મેળામાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર , પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર , સાંસદ જશુંભાઈ રાઠવા , ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા , ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાથે નેતાઓ મન મૂકી આદિવાસી નૃત્યની મજા માણી. આ મેળાને માણવા દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

