Gujarat

સાવરકુંડલાના  ત્રણેય પરમ શ્રધ્ધેય સંતોનું પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંત મિલન 

મુઝે મેરી મસ્તી કરી કહાઁ લે કે આયી.. અલખ અને અલગારી. પ્રભુ ભક્તિમાં લીન
હાલ પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભમેળો એ  વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ત્યારે આ કુંભમેળામાંમાં સાવરકુંડલાના શ્રી નારાયણ સાહેબ, શ્રી કરશનગીરી બાપુ અને શ્રી ઉષામૈયા આ કુંભમેળામાં આ ત્રણેય સંતોનું સંત મિલન થયું.
એક તો  પ્રયાગરાજ વળી પાછો મહાકુંભ અને એમાં નાવલી નદીના ખમીરના સાતત્યને ધરાતલ પર ઉજાગર કરનારા સંતો કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબ, કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગીરી બાપુ અને શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના પ.પૂ. ઉષામૈયાના સંત સાથે સંતની ગોષ્ઠી.. આમ ગણીએ તો આ મહાકુંભમાં અનેક સાધુ સંતો તપસ્વીઓ, સંન્યાસીઓ અને ભાવિકો જોવા મળે છે
 
જેમાં સાવરકુંડલા પણ બાકાત તો ન જ રહે. અહીં સાવરકુંડલાથી પણ અનેક ભાવિકો આ પ્રયાગરાજ મહાકુંભમાં દર્શનાર્થે જતાં  હોય છે.ત્યારે  સંત મિલન પરમ હિતકારી જગતમાં એ ન્યાયે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સંતોના દર્શનનો લ્હાવો મળે એ આપણાં અહોભાગ્ય જ ગણાય.
બિપીન પાંધી સાવરકુંડલા