સા.કુંડલા તાલુકાના વંડા ગામે તા. ૧૭-૩ – ૨૦૨૫ ના રોજ ૫. પૂ. ધર્મ ધૂંરઘર ૧૦૦૮ આચાર્ય શ્રીઅજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ. પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ વડતાલથી પ.પૂ. વંદનિય માતૃશ્રી પધાર્યા હતા તથા ગઢડાથી સંતોની પણ પધરામણી થઈ હતી.
આ પ્રસંગે પ. પૂ. વંદનિય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજની સા.કું.ના હરિભક્તોએ તેમજ સા.કું. તાલુકાના અન્ય આગેવાનો અને બહેનોએ કુમકુમ તિલક કરી ધામધૂમથી રાસ ગરબાની રમઝટ સાથે ગીતો ગાયા ને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પાટોત્સવ નીમિતે શ્રીજી મહારાજની આરતી, અન્નકુટ દર્શન, તેમજ મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.સાંજના ૪ કલાકે ગામની અંદર સાધુ સંતો, ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ તેમજ સા. તાલુકાના તમામ હરિભક્તો તેમજ બહેનો વિગેરેની હાજરીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શોભાયાત્રામાં ભાઈઓ તથા બહેનોએ રાસ ગરબા – ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલ – વંડા ના મેદાનમાં ધર્મસભામાં પરિવર્તન પામી હતી. આ ધર્મસભામાં ભાવિ આચાર્યશ્રી પ.પૂ. ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદજીનું શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળના પ્રમુખ મનુભાઈ ગજેરા, મંત્રી કાંતીભાઈ પાંચાણી, મે.ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા તેમજ શાળાના સિ. કલાર્ક જીતેન્દ્રભાઈ તળાવિયા દ્વારા ફુલહાર, તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી લાલજી મહારાજે સુરતથી પધારેલા આગેવાનો મનુભાઈ પાંચાણી, ભીખાભાઈ ગજેરા, બાબુભાઈ ગજેરા, ભૂપતભાઈ વધાશીયા, શંભુભાઈ પાંચાણી સર્વેને ફુલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. તેમજ વંડા ગામના સત્સંગી બાબુભાઈ પાંચાણી, લાલજીભાઈ રામાણી, ઉત્તમભાઈ પાંચાણી, કનુભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ પાંચાણી તેમજ સા.કુંડલા તાલુકામાંથી પધારેલા અન્ય આગેવાનો નાગજીભાઈ દેસાઈ – ઝડકલા, મનુભાઈ રાદડીયા – પીપરડી, ઘનશ્યામભાઈ કોલડીયા – કાંત્રોડી, અમરૂભાઈ વીંછીયા – ભમોદ્રા, પરેશભાઈ ખુંટ – ભમોદ્રા, શિવલાલભાઈ સોહાગીયા – પીઠવડી, ભૂપતભાઈ પટેલ – ભંડારીયા, ગોરધનભાઈ કાનાણી સા.કુંડલા વિગેરે મહાનુભાવોને પણ હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. દીપકભાઇ માલાણી, ભરતભાઇ ચોડવડીયા, કાળુભાઇ વિરાણી, સુરેશભાઇ સાવજ, રમેશભાઇ રાદડીયા, તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ તળાવિયા, બાબુભાઇ રામાણી, મગનભાઇ રામાણી દેવચંદભાઇ રામાણી, મહેશભાઇ પાંચાણી અને હરિભક્તોએ પ્રયત્ન કર્યો હતો.
આ પ્રસંગે શ્રી લાલજી મહારાજે સર્વે હરિભક્તોને વ્યસનમુક્તિ, સામાજીક જીવનના માનવસેવાના કાર્યો વિષે તેમજ દરેક હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયનો શ્રેષ્ઠ ગ્રંથ શિક્ષાપત્રીની અંદર લખાયેલા અમૃત વચનોને આધારિત જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો. તદઉપરાંત વંડા ગામની અંદર યોજાયેલા આ પાટોત્સવ નીમીતે તેમણે હર્ષની લાગણી અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ પાંચાણીએ કર્યું હતું.
આભાર વિધિ વંડાના આગેવાન મનજીબાપા તળાવિયાએ કરી હતી. તેમણે સુરત તેમજ વંડા અને સા.કુંડલા તાલુકાના તમામ હરિભક્તોનો આભાર માન્યો હતો. પ્રસંગને અંતે તમામ હરીભક્તોને પી.પી.એસ. હાઈસ્કૂલના મેદાનમાં પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

