રિબડા અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રીબડા ગામે રહેતા અમિતભાઇ દામજીભાઇ ખુંટે રીબડા ગામની સીમ માં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યા ની ઘટના માં અમીતે પહેરેલ કપડા માંથી સુસાઇડ નોટ મળી આવેલ હોય જેમા રીબડા ગામ ના અનિરૂધ્ધસિહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા રાજગોર તથા એક સગીરા સહીત ચાર વિરૂધ્ધ આક્ષેપ કરતી સુસાઇડ નોટ મળી આવેલ હોય અમીત ના ભાઇ મનીષભાઇ દામજીભાઇ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે LCB PI વી.વી.ઓડેદરા, PI એ.સી.ડામોર, એ.ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આરોપી પુજાબેન જેન્તીભાઈ રાજગોર રહે હાલ રાજકોટ વાળી તથા કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોરી ની ધરપકડ કરવા માં આવી હતી.
પોલીસે બન્ને ની ઉંડાણપુર્વક પુછપરછ કરતા પુજા રાજગોર નાઓએ જણાવેલ કે એક વ્યક્તિએ પોતાની પાસે આવી અને જણાવેલ કે, તમારે અમિત ખુંટ રહે. રીબડા નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયા ના માધ્યમ થી મિત્રતા પ્રેમ સંબંધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી ખોટી બળાત્કાર ની ફરીયાદ કરવાની છે અને અમોને જણાવેલ કે આ બદલા માં તમારી લાઇફ બની જશે અને સારા માં સારી જોબ પણ મળી જશે અને બન્ને ને પૈસા ની જરૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયેલ અને વધુ મા જણાવેલ કે ફરીયાદ ના સમયે મારા વકીલો એક સંજય પંડીત તથા દિનેશ પાતર જેઓને તમામ વિગત ખબર છે જેથી તેઓ શરૂઆત થી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે તેવુ પુર્વ આયોજીત કાવતરૂ રચેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામતા આરોપી સંજયભાઇ હેમતભાઇ પંડીત રહે રાજકોટ તથા દિનેશભાઇ પાલાભાઈ પાત્તર રહે ગોંડલ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
દરમિયાન પોલીસે પુજા ગોર ને ગોંડલ ની એડી.ચિફ. જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારની કોર્ટ માં સાત દિવસ નાં રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે બે દિવસ નાં રિમાન્ડ મંજુર મંજુર કર્યા હતા.